સ્વચ્છતા અને સામાજિક સમરસતા સપ્તાહ

ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સેક્ટર-૨૦ ગાંધીનગર દ્વારા તા.૨૫/૦૯/૨૦૧૬ થી તા.૦૨/૧૦/૨૦૧૬ દરમિયાન સ્વચ્છતા અને સામાજિક સમરસતા સપ્તાહની ઉજવણી અંતર્ગત યુનિવર્સિટી સાથે જોડાયેલ ત્રણ શાળાઓમાં તેમજ યુનિવર્સિટી પ્રાંગણમાં પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૨૭/૦૯/૨૦૧૬ના રોજ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામની પ્રાથમિક શાળામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અને સામાજિક સમરસતા જાગૃતિ માટે સૂત્રોચ્ચાર સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના મહાનિયામક શ્રી દિવ્યાંશુભાઇ દવે આ રેલીમાં જોડાયા હતા તેમજ વિદ્યાર્થીઓ મારફતે ગામ લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કાર્ય હતા..આ કાર્યક્રમમાં અંદાજિત ૭૫ જેટલા વિદ્યાર્થીઓ-શિક્ષકોએ ઉત્સાહથી ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તા.૨૮/૦૯/૨૦૧૬ના રોજ ગાંધીનગરની સેક્ટર-૨૦ની સરકારી પ્રાથમિક શાળામાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કાર્યકર્તાઓના માર્ગદર્શનમાં શાળાના બાળકોએ પોસ્‍ટરો બનાવ્‍યા હતાં તથા પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કાર્યકર્તાઓ, શાળાના આચાર્ય, શિક્ષકો તેમજ બાળકો સાથે મળીને સામુહિક સફાઈ અભિયાનમાં જોડાયા હતા. ત્‍યારબાદ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલસચિવશ્રી કમલામણિબહેન રાવે વિદ્યાર્થીઓને શારીરિક સ્‍વચ્છતા અંગે જાગ્રત કર્યા હતા. આ કાર્યક્રમમાં અંદાજીત ૧૨૦ વિદ્યાર્થીઓ તેમજ શાળાના શિક્ષકોઓએ ઉત્સાહથી ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તા.૨૯/૦૯/૨૦૧૬ના રોજ ગાંધીનગર જિલ્લાની લેકાવાડા પ્રાથમિક શાળામાં સ્વચ્છતા અને સામાજિક સમરસતા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી પરિવાર, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો સહિત અંદાજે ૨૭૫ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહાનિયામકશ્રી દિવ્યાંશુભાઈ દવે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ પોતાના પ્રેરક વક્તવ્યમાં જણાવ્યું હતું કે જ્યારે આપણા વિચારોમાં પવિત્રતા આવશે ત્યારે આપણામાં સમરસતા આવશે. વક્તવ્ય બાદ ગામની સામૂહિક સફાઈ કરવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થી અનુજ ગુપ્તાએ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. તથા શાળાનાં બાળકોએ સ્વચ્છતા ગીતની સુંદર રજૂઆત કરી હતી. તા.૦૧/૧૦/૨૦૧૬ના રોજ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના પરિસરમાં સ્વચ્છતા અને સામાજિક સમરસતા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો.ડૉ.કે.એસ.લિખિયા સાહેબે પ્રેરક ઉદ્બોધન કર્યું હતું. ત્યારબાદ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના પરિવારે પરિસરની સામૂહિક સફાઈ કરી; વૃક્ષારોપણ માટેના ક્યારા બનાવ્યા તેમજ પરિસરમાં આવેલા વૃક્ષોના થડને રંગ કર્યો હતો. ચિલ્‍ડ્રન્‍સ યુનિવર્સિટી સેક્ટર – ૨૦ ગાંધીનગર દ્વારા તા. ૨૫/૯/૧૬ થી તા. ૨/૧૦/૧૬ દરમિયાન સ્‍વચ્છતા અને સામાજિક સમરસતા સપ્‍તાહની ઉજવણીના સમગ્ર કાર્યક્રમ દરમિયાન યુનિવર્સિટીના સંશોધન વિભાગના આસી. પ્રો. શ્રી ધર્માંશુભાઇ વૈધ, વિસ્‍તરણ વિભાગના આસી. પ્રો. ડો. રૂપમબહેન ઉપાધ્‍યાય, શ્રી દિવ્‍યાબહેન રાવળ, શ્રી હાર્દિકભાઇ ભટ્ટ, શ્રી તોરલબહેન પંચાલ, શ્રી જયદેવભાઇ ધાંધિયા, શ્રી દક્ષેશભાઇ પટેલ, શ્રી બીપીનભાઇ સથવારા, શ્રી સંજયભાઇ ચૌધરી, શ્રી ચેતનાબહેન ભગલાણી, શ્રી મીનાબહેન રાવલ, શ્રી પારૂલબહેન ગોસ્‍વામીએ સંપૂર્ણ યોગદાન પ્રદાન કર્યું હતું.

All rights reserved. © 2016 cugujarat.ac.in • Privacy Policy
Visitors 005905
Page last updated on: 22-Dec-2015